Masik Patrak

Parent Previous Next

માસિક પત્રક મોડ્યૂલ

ઉપયોગિતા

માસિકપત્રક મોડ્યૂલમાં આપ માસિકપત્રકની માહિતીનો સંગ્રહ કરી શકો છો. સંગ્રહ કરેલી માહિતીને માસિકપત્રકના ફોર્મેટ મુજબ પ્રિન્ટ કરી શકાય છે. ઉપરાંત શિક્ષકોનુ હકિકત પત્રકની માહિતીનો સંગ્રહ તથા પ્રિન્ટ કરી શકાય છે.

સંચાલનની રીત

૧. માસિકપત્રક મેનુ

માસિકપત્રક મેનુ મોડ્યૂલ ખોલતાની સાથે મુખ્ય મેનુબારમાં ઉમેરાય છે. આ મેનુ ત્રણ જૂથમાં વહેંચાયેલ છે.

૨. માસ

આ પટ્ટીમાં સંગ્રહ થયેલા માસિકપત્રકોના માસ દર્શાવેલા છે. માસ સિલેક્ટ કરતા માસિકપત્રક ફોર્મમાં તે માસની માહિતી દેખાય છે. કોલમના મથાળા પર ક્લિક કરવાથી માસના નામ ચડતા/ઉતરતા ક્રમમાં ગોઠવાય છે.

૩. માસિકપત્રક ફોર્મ

માસિકપત્રક ફોર્મમાં આપ માહિતી ઉમેરી શકો છો. આંકડાકિય માહિતી આપવાની છે તે ખાનામાં સંખ્યા ટાઇપ કરીને અથવા કી-બોર્ડની “એરો કી”નો ઉપયોગ કરી સંખ્યા ઉમેરી શકો છો.

જો ગયા માસની માહિતીમાં ચાલુ માસે વધુ ફેરફારો થયા ન હોય તો ગયા માસની માહિતી કોપી કરી નવુ પત્રક ઉમેરો, જેથી ડેટા-એન્ટ્રી કરવામાં ઝડપ થશે.

૪. શિક્ષકોની હકિકત

માસિકપત્રક મોડ્યૂલમાં સૌથી નીચેની પટ્ટીમાં “શિક્ષકોની હકિકત” બટન પર પોઇન્ટર લઇ જતા ઉપરોક્ત ચિત્ર મુજબનું ફોર્મ દેખાશે. આ વિન્ડોને સ્થાયી કરવા ઉપરના જમણા ખૂણા પરનું Auto Hide બટન ક્લિક કરો. આ ફોર્મમાં શિક્ષકોની હકિકત ઉમેરવામાં આવે છે. કોષ્ટકની ઉપર ત્રણ બટન આપેલા છે.

પ્રિન્ટ

Created with the Personal Edition of HelpNDoc: Free iPhone documentation generator