મૂલ્યાંકન કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ 40, 50 કે 100 MCQ પ્રશ્નોવાળુ પ્રશ્નપત્ર તૈયાર કરો.
- OMR શીટ રીડર મોડ્યૂલ ઓપન કરીને જરૂર મુજબ શીટ પ્રિન્ટ કરી લો. લેસર પ્રિન્ટરથી પ્રિન્ટ કરશો તો વધારે આ ટૂલ વધારે ચોક્સાઇથી કામ કરી શકશે. શીટના ચારેય ખૂણે આવેલા વર્તુળ નિશાન મહત્વના છે. તેના પર ડાઘ કે અન્ય નિશાન ન લાગે તેનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને આ શીટમાં ચોક્સાઇથી નિશાની કરવા સૂચન કરવું.
- વિદ્યાર્થીઓએ ભરેલી તમામ શીટની ઇમેઝ તૈયાર કરવા માટે જો સ્કેનર ન હોય તો 2MP કે તેથી વધુ ક્ષમતાનો કેમેરો કે મોબાઇલ ફોનથી યોગ્ય પ્રકાશમાં ફોટોગ્રાફ પાડી લેવા. તમામ ઇમેઝ કમ્પ્યૂટરમાં એક ફોલ્ડરમાં મૂકો. ઇમેઝ જેટલી સ્પષ્ટ હશે તેટલી ઝડપથી સ્કેન થવાની પ્રક્રિયા થશે.
- આન્સર કી બનાવવા એક શીટમાં તમામ સાચા જવાબની નિશાની કરી તેની ઇમેઝ તૈયાર કરવી. કોઇ જવાબમાં ખાલી કે એકથી વધુ નિશાની ન થાય તે ધ્યાન રાખો.
- OMR શીટ રીડર મોડ્યૂલ ઓપન કરો.
- જો અગાઉ આન્સર કી તૈયાર કરેલી હોય તો Set Key બટન ક્લિક કરીને કી સિલેક્ટ કરો.
- નવી આન્સર કી બનાવવા Open બટન ક્લિક કરી આન્સર કીની ઇમેજ સિલેક્ટ કરો. શીટનો પ્રકાર સિલેક્ટ કરો.
- Gemerate Key From Sheet બટન ક્લિક કરતાં શીટની તમામ નિશાની સ્કેન થશે. આન્સર કીની ફાઇલનું નામ આપવા પૂછશે. તેમાં યોગ્ય નામ આપો. પરિણામના ટેબલમાં સ્કેન થયેલ જવાબ દેખાશે. તેને બરાબર ચકાસી લો.
- જો ઇમેઝમાં ખૂણાના ચાર નીશાન સ્પષ્ટ નહિ હોય તો કમ્પ્યૂટર બધા નિશાન શોધી નહી શકે. ત્યારે કમ્પ્યૂટર આપને જે નિશાન બાકી હશે તે નિશાન પર ક્લિક કરવાનું કહેશે. તે વખતે વર્તુળ નિશાનની બરાબર કેન્દ્ર પર ક્લિક કરવું. જેટલા નિશાન કમ્પ્યૂટરે શોધ્યા હશે તેના પર લાલ રંગનું નિશાન દેખાશે. તે સિવાયના બાકી હોય તે નિશાન ક્લિક કરો. ચારેય નિશાની શોધાયા બાદ Continue બટન ક્લિક કરી પ્રક્રિયા આગળ વધારો.
- આન્સર કી બની ગયા પછી Open બટન ક્લિક કરીને વિદ્યાર્થીની શીટની ઇમેઝ સિલેક્ટ કરો.
- જમણી બાજુ પરિણામની પેનલમાં પરિણામ જે ફાઇલમાં સેવ કરવું હોય તે સિલેક્ટ કરી શકશો. અથવા નવી ફાઇલ બનાવી શકશો. આ માટે નીચે Open Result અને Create Result બટન આપેલ છે. Open File બટન ક્લિક કરીને પરિણામની ફાઇલ ખોલી શકશો. પરિણામ XML ફાઇલ તરીકે સેવ થશે. આ પ્રકારની ફાઇલ Excelમાં ઓપન કરી શકાય છે.
- Process બટન ક્લિક કરતા શીટના જવાબ સ્કેન થશે. અને વચ્ચેના પરિણામ ટેબલમાં દરેક પ્રશ્નનો સાચો જવાબ અને આપેલ જવાબની વિગતો દેખાશે. સીટ નંબર અને કુલ મેળવેલ ગુણ પણ જોઇ શકશો. અહિ આપ પરિણામ ટેબલમાં કમ્પ્યૂટરની ચોક્સાઇ ચકાસી લેવી. કોઇ જવાબમાં ક્ષતિ હોય તો તેને નોંધી છેલ્લા પરિણામમાં હાથથી સુધારી લેવી.
- જો ઇમેઝમાં ખૂણાના ચાર નીશાન સ્પષ્ટ નહિ હોય તો કમ્પ્યૂટર બધા નિશાન શોધી નહી શકે. ત્યારે કમ્પ્યૂટર આપને જે નિશાન બાકી હશે તે નિશાન પર ક્લિક કરવાનું કહેશે. તે વખતે વર્તુળ નિશાનની બરાબર કેન્દ્ર પર ક્લિક કરવું. જેટલા નિશાન કમ્પ્યૂટરે શોધ્યા હશે તેના પર લાલ રંગનું નિશાન દેખાશે. તે સિવાયના બાકી હોય તે નિશાન ક્લિક કરો. ચારેય નિશાની શોધાયા બાદ Continue બટન ક્લિક કરી પ્રક્રિયા આગળ વધારો.
- ક્યારેક અસ્પષ્ટ ઇમેજને લીધે ચારથી વધારે ખૂણાના નિશાન કમ્પ્યૂટર દ્વારા શોધાયા હોય તો આગળની પ્રોસેસ થતી નથી. આમ થાય ત્યારે તે શીટનો ફરીથી સ્વચ્છ ફોટોગ્રાફ લઇ ચેક કરવી અથવા તે ઇમેજને Manual વિકલ્પ સિલેક્ટ કરીને Process બટન ક્લિક કરીને ચારેય ખૂણાના નિશાનની મધ્યમાં ક્લિક કરી પ્રોસેસ આગળ વધારો.
- શીટના જવાબો સ્કેન થયા પછી Submit Result બટન ક્લિક કરીને પરિણામને પરિણામની ફાઇલમાં ઉમેરી દો. પરિણામની ફાઇલમાંથી કોઇ પરિણામની વિગત દૂર કરવી હોય તો પરિણામ ફાઇલના લિસ્ટમાં તે વિગત સિલેક્ટ કરીને Delete Selected score from file બટન ક્લિક કરો.
- જો ફોલ્ડરમાં રહેલી તમામ ઇમેઝને એકસાથે ચેક કરવા માગતા હો તો નીચે Process બટનની બાજુમાં રહેલ એરો ક્લિક કરીને Process Folder ક્લિક કરો. જેથી ફોલ્ડરમાંની તમામ શીટની ઇમેઝ ક્રમશઃ ચેક થઇને પરિણામની ફાઇલમાં ગુણ નોંધાઇ જશે. અહિ જે શીટ ચેક કરવામાં નિષ્ફળ રહી હોય તે પરિણામના ટેબલમાં જોઇ લો. જો કોઇ શીટ ચેક ન થઇ હોય તો તે ઇમેજનું નામ નોંધી તેને એક-એક કરીને ચેક કરી લો.
- પરિણામની XML ફાઇલ Excelમાં ખોલતા દરેક પ્રશ્નનું પરિણામ જોવા મળશે. આ પરિણામમાં દરેક પ્રશ્ન માટનો કુલ સરવાળો થાય તેવી ફોર્મ્યૂલા સેટ કરતા દરેક પ્રશ્નનો કેટલા વિદ્યાર્થીએ સાચો જવાબ આપેલ છે તે જાણી શકશો. અને જે પ્રશ્નોના મોટા ભાગના વિદ્યાર્થીએ ખોટો જવાબ આપેલ હોય તે માટે ઉપચારાત્મક કાર્ય અને દ્રઢીકરણ કરી શકો. એક નમૂનો નીચે આપેલ છે. જેમાં રંગ આધારિત ફોર્મેટિંગ કર્યું છે.