ડેટાબેઝ બેકઅપ કેવી રીતે લેશો?
$1· સેટિંગ મેનુટેબ હેઠળ “ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર” પર ક્લિક કરો.
$
$1· "ડેટાબેઝ બેકઅપ" બટન ક્લિક કરતા ડેટાબેઝ ફોલ્ડરમાં ઓટોમેટિક કોપી થશે. ડેટાબેઝના નામ પાછળ તારીખ અને સમય લગાડી રીનેમ થયેલી જોવા મળશે.
$1· ડેટાબેઝ ફોલ્ડર ખોલવા માટે "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે. આ ફોલ્ડરમાં બેકઅપ થયેલી ફાઇલો તથા ચાલુ ડેટાબેઝ SchoolPro.accdb જોવા મળશે.
$1· કોપી થયેલ ડેટાબેઝને આપ અન્ય જગ્યાએ અથવા CD કે DVDમાં કોપી કરી રાખવી. કોઇ અગત્યની માહિતી અપડેટ કર્યા બાદ બેકઅપ લઇ લેવું હિતાવહ છે.
$1· જો આપ બીજા કમ્પ્યૂટરમાં માહિતી લઇ જવા માગતા હો તો આ ફોલ્ડરમાંથી ફક્ત SchoolPro.accdb ફાઇલ પેનડ્રાઇવમાં લઇ લો.
ડેટાબેઝ રીસ્ટોર કેવી રીતે કરશો?
$1· સેટિંગ મેનુટેબ હેઠળ “ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર” પર ક્લિક કરો.
$1· ડેટાબેઝ રીસ્ટોર કરવા માટે જમણી બાજુના લિસ્ટમાંથી જે તારીખનું બેકઅપ રીસ્ટોર કરવું છે તે સિલેક્ટ કરો. "ડેટાબેઝ રીસ્ટોર કરો" બટન ક્લિક કરતા જુનુ બેકઅપ રીસ્ટોર થશે.
$1· રીસ્ટોર થયેલ ડેટાબેઝ મુજબ ડેટા જોવા ખૂલેલી વિન્ડોની માહિતી તાજી કરો. જો ખૂબ જૂના બેકઅપ દૂર કરવા હોય તો "બેકઅપ દૂર કરો" બટન ક્લિક કરો.
$1· જો કમ્પ્યૂટર ફોર્મેટ કર્યા પછી સોફ્ટવેર રી-ઇન્સ્ટોલ કરેલ હોય તો "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરી ફોલ્ડર ખોલો. હવે સોફ્ટવેર બંધ કરો.
$1· આ ફોલ્ડરમાં રહેલ SchoolPro.accdb ફાઇલને રીનેમ કરી બીજુ નામ આપો.
$1· અન્ય જગ્યાએ અથવા CD કે DVDમાં કોપી કરેલ બેકઅપ ફાઇલને ત્યાંથી કોપી કરી ડેટાબેઝ ફોલ્ડર(Data)માં પેસ્ટ કરો. જો પેસ્ટ કરેલ ફાઇલનું નામ SchoolPro ન હોય તો તેને રીનેમ કરી SchoolPro નામ આપો. નામ ટાઇપ કરતી વખતે ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખો. નહીતર સોફ્ટવેર ઓપન નહી થાય
$1· હવે સોફ્ટવેર ઓપન કરતા બદલાવેલી ડેટાબેઝની માહિતી જોવા મળશે.
ડેડેટાબેઝ અન્ય કમ્પ્યૂટરમાં કેવી રીતે લઇ જશો?
$1· "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે. આ ફોલ્ડરમાં બેકઅપ થયેલી ફાઇલો તથા ચાલુ ડેટાબેઝ SchoolPro.accdb જોવા મળશે.
$1· જો આપ બીજા કમ્પ્યૂટરમાં માહિતી લઇ જવા માગતા હો તો આ ફોલ્ડરમાંથી ફક્ત SchoolPro.accdb ફાઇલ પેનડ્રાઇવમાં લઇ લો.
$1· જે કમ્પ્યૂટરમાં ઉમેરવા માગતા હો તેમાં પનડ્રાઇવ નાંખી તેમાંથી SchoolPro.accdb ફાઇલ કોપી કરો.
$1· SchoolPro ઓપન કરો.
$1· સેટિંગ મેનુટેબ હેઠળ “ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર” પર ક્લિક કરો.
$1· "ડેટાબેઝ ફોલ્ડર" બટન ક્લિક કરતા ફોલ્ડર ખૂલશે.
$1· કોપી કરેલ ફાઇલ અહિં પેસ્ટ કરો. આ ફોલ્ડરમાં આ નામની એક ફાઇલ હોવાથી આપને Replace કરવા માટે પૂછશે, તેમાં Copy And Replace સિલેક્ટ કરી ફાઇલ પેસ્ટ કરો.
$1· રીસ્ટોર થયેલ ડેટાબેઝ મુજબ ડેટા જોવા ખૂલેલી વિન્ડોની માહિતી તાજી કરો.