મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ Android ગેમ્સ આપેલ છે. જેમાં આપ આપના સ્કોર, લીડરબોર્ડની વિગત તથા પ્રશ્નો Facebook તથા અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે SHARE કરી શકશો. આ ગેમ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે.
અહીં ગુજરાતનો ઈન્ટરએક્ટિવ નકશો આપેલ છે. આ નકશામાં જિલ્લા પર કર્સર લઇ જતાં જિલ્લો ઝૂમ થાય છે. અને તાલુકાના નામ દેખાય છે.
શિક્ષક મિત્રો, અહિં એક ફ્લેશ ગેમ આપેલી છે. આ ગેમમાં અલગ-અલગ વિષયો માટે પ્રવૃત્તિ થઇ શકે તેવી કેટલીક વિડિયો ગેમ્સ આપેલી છે. આ ગેમ્સના નિર્માતા શિક્ષકશ્રી રમેશકુમાર જે. મહેશ્વરી દ્વારા ખૂબ જ સુંદર રીતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શિક્ષણકાર્યને રસપ્રદ બનાવવાનો પ્રયાસ થયો છે. તો આપણે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને તેના આ ઉમદા કાર્યને સાર્થક બનાવીએ.
અંગ્રેજીમાં શબ્દ ભંડોળ વધારવા અને દ્રઢીકરણ કરાવવા માટે અહિં એક ગેમ આપી છે. આ ગેમ ગમ્મત સાથે અંગ્રેજી શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે. આ ગેમમાં અગાઉથી ઉમેરેલા સ્પેલિંગમાંથી એક સ્પેલિંગ સ્ક્રીન પર લેખાશે. પરંતુ મૂળાક્ષરને બદલે ‘?’ નિશાની હશે. તેની નીચે અંગ્રેજો મૂળાક્ષરોના બટન આપેલ હશે. આમાંથી મૂળાક્ષરના બટન પર ક્લિક કરતા, જો તે મૂળાક્ષર ઉપરના સ્પેલિંગમાં આવતો હશે તો દેખાશે. નહિતર આપનો પ્રયત્ન ખાલી ગયો ગણાશે. આમ નિર્ધારિત પ્રયત્નોમાં સ્પેલિંગ ઓળખવાનો રહેશે.