ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.
વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરવો, પછી ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.
વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.