પરંતુ આ પ્રક્રિયા માટે આપને આ બાબતનું ઉંડાણનું જ્ઞાન હોય તે આવશ્યક છે. અન્યથા આપની ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ થવાની શક્યતા રહે છે. ઉપરાંત Rooting કરવાથી આપના ફોનની વોરંટી પૂરી થઇ જવાની શક્યતા રહેલી છે.
દરેક એન્ડ્રોઇડ વર્ઝન માટે Rootingની રીત અલગ હોય છે. અહી આપને Android 4.2 Jelly Bean અને MT6589 1.2 GHz પ્રોસેસર માટેની રીત આપેલી છે. આ રીતથી મે મારા નવા ખરીદેલા Lava Iris 504q ફોનને સફળતાપૂર્વક Root કરેલ છે. આ રીતથી અન્ય ફોન જેવા કે Micromax Canvas 4 જેવા અન્ય આ પ્રકારના સેટિંગ ધરાવતા ફોન પર કરી શકાય છે.
રીત
$1) Settings > Development > USB debugging. પર જાઓ. જો સેટિંગમાં Development વિકલ્પ દેખાતો ન હોય તો Setting > About screenપર જઇ Build Number પર સાત વખત ક્લિક કરો. જેથી Development વિકલ્પ દેખાશે.
$2) USB debugging પર નિશાની કરી સક્રિય કરો.
$3) તમારા ફોનને USB કેબલ વડે કમ્પ્યૂટર સાથે જોડો. (તમારા કમ્પ્યૂટર પર જરૂરી USB Driver ઇન્સ્ટોલ કરેલ હોવા જોઇએ.)
$4) mt6589_rooter.zip ડાઉનલોડ કરી તેને ઓપન કરી તમારા કમ્પ્યૂટર પર કોઇપણ જગ્યાએ મૂકો.
$5) mt6589_rooter ફોલ્ડર ઓપન કરી તેમાંથી Run.bat ઓપન કરો. પ્રક્રિયા ચાલુ થશે.
$6) પ્રક્રિયા દરમિયાન ફોન અનેક વખત રીસ્ટાર્ટ થશે. આ દરમિયાન કેબલ કનેક્શન હટાવશો નહી.
$7) પ્રક્રિયા પૂરી થતા આપના ફોન પર SuperSU નામની એપ ઇન્સ્ટોલ થઇ હશે.
$8) SuperSU ઓપન કરી Settingમાં જઇ Enable SuperUser પર નિશાની કરી તેને સક્રિય કરો.
ચ્Root Checker એપ ઇન્સ્ટોલ કરીને ફોન Root થયેલ છે કે નહી તે ચેક કરી લો.
$9) અભિનંદન..... આપનો ફોન હવે Rooted એપ ઇન્સ્ટોલ કરવા તૈયાર છે અને આપ Super User બની ગયા છો......