Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116125 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21551 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82326 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19612 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



શ્રુતિ(યુનિકોડ) ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો

Rate this item
(9 votes)
Written by  Published in: લેખ

શ્રુતિ ફોન્ટ અથવા અન્ય ગુજરાતી યુનિકોડ ફોન્ટ વતી કૉમ્પ્યુટરમાં ગુજરાતી કેવી રીતે લખવું તેની વિસ્તૃત માહિતી અહિં આપેલી છે. અહિયાં ગુજરાતી ભાશા માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં સ્થાતિપ કેવી રીતે કરવી, કીબોર્ટ લેઆઉટ કેવી રીતે પસંદ કરવી, અને યુનિકોટ ફોન્ટ વતી ટાઈપ કરવા માટે કયા નિયમો અનુસરવા તે મહિતીઆપેલી છે.

 

યુનિકોડ ફોન્ટ્સ શું છે?

 

યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કી છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.

યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.

 

શ્રુતિ ફોન્ટ શું છે?

 

શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાશાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે; ગુજરાતી ભાશા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાશા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.

 

  • શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. શ્રુતિ જેવા બીજા ગુજરાતીના ફોન્ટ છે Arial Unicode MS, Lohit Gujarati.
  • વીન્ડોઝમાં શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય જ છે પણ ટાઈપ કરવું હોય તો ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવો પડે છે.
  • શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કરવા માટે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) જોઈએ. તેમાંથી ફોન્ટ કૉપી કરી શકાય.
  • યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ ફોન્ટ્સ હોય છે તો આપ જે ટાઈપ કરો તેને ચકાશીને આપમેળે જ યોગ્ય બદલી કરે છે; માટે અર્ધા અક્ષરો ટાઈપ કરવા સુલભ બની જાય છે.
  • શ્રુતિ ફોન્ટ કીબોર્ડ લેઆઉટ વીન્ડોઝમાં અને લીનક્ષમાં આવે છે પણ કીબોર્ડ લેઆઉટ બદલી શકાય છે અથવા પોતાનું પણ રચી શકાય છે.
  • અંગ્રેજી કીબોર્ડ દ્વારા ગુજરાતી ટાઈપ કરવું હોય તો 'ગુજરાતી ફોનેટીક કીબોર્ડ' ઉત્કૃષ્ટ ઉપાય છે.

 

શ્રુતિ ફોન્ટ વતી ગુજરાતી લખવા માટે શું જોઈએ?

 

જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ કરશો તો અંગ્રેજી લખાશે પણ અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે. ગુજરાતી ભાશા એક્ટિવ કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ જશે.

 

Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર સ્થાપિત કરવો પડે છે. પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરી શકાય છે. Windows Vistaમાં અને Windows 7માં ફક્ત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરવાનાં હોય છે. વધુ માહિતી માટે ક્લિક કરો



Read 13839 times Last modified on Sunday, 27 May 2012 01:50

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 54.9%Canada 0.1%
New Zealand 34.2%Austria 0.1%
India 6.6%United Kingdom 0%
Australia 3.1%Switzerland 0%
Japan 0.2%Russian Federation 0%

Today: 18
Yesterday: 17
This Week: 65
Last Week: 537
This Month: 18
Last Month: 3106
Total: 30683