Buy SchoolProDownload SchoolPro
આધુનિક ઇન્ટરફેસ વિશે
અહિં આપને સોફ્ટવેરના સામાન્ય સંચાલન માટેની કેટલીક માહિતી આપી છે. જે આપને આધુનિક ઇન્ટરફેસથી પરિચિત કરશે.
સ્ક્રીન |
વિગત |
મેનુ આ સોફ્ટવેરમાં રીબન મેનુનો ઉપયોગ કરેલ છે. MS Office 2007 મુજબના આ મેનુમાં દરેક મેનુ ટેબ તરીકે હશે. દરેક ટેબમાં મેનુ આઇટમ ચોક્કસ ગ્રુપમાં ગોઠવાયેલ હશે. ઉપરાંત દરેક મોડ્યૂલ ખોલતા તેને સંલગ્ન મોડ્યૂલ મેનુ ખુલશે. જે ખાસ કેટેગરી સાથે મુખ્ય મેનુમાં ઉમેરાશે. કેટેગરીનું નામ ટાઇટલબારમાં જોવા મળશે.
|
|
|
ડેટાએન્ટ્રી માહિતી ભરવા માટે આધુનિક ઇનપુટ કંટ્રોલ્સ આપેલા છે. જે આપની ઝડપ વધારશે. શબ્દ આધારિત માહિતી માટે આપને અગાઉ કરેલી એન્ટ્રી મુજબ રેફરન્સ મળશે. જેથી એકની એક માહિતી વારંવાર ટાઇપ કરવી નહી પડે. જ્યાં ચોક્કસ માહિતી આપવાની હોય ત્યાં આપને લીસ્ટ આપેલ હશે, જેમાંથી યોગ્ય માહિતી સિલેક્ટ કરી શકશો. અથવા શબ્દ ટાઇપ કરતા જશો તેમ ઓટોકમ્પ્લીટ થશે. જેમ કે જાતિ માટે સ્ત્રી કે પુરૂષ. |
|
મુક્ત/સાઇડ વિન્ડો અમુક મોડ્યૂલમાં જગ્યાના અભાવને કારણે કે યોગ્ય વ્યવસ્થા માટે મુક્ત/સાઇડ વિન્ડો આપેલ છે. આ વિન્ડોને ઉપર ચિત્રમાં દર્શાવેલ મિનીમાઇઝ બટન દ્વારા છુપાવી શકાય છે અને જરૂર મુજબ પુનઃ સ્થાપિત કરી શકાય છે. જો વિન્ડો મિનીમાઇઝ હશે તો સાઇડમાં બટન સ્વરૂપે જોવા મળશે. આ બટન પર કર્સર લઇ જતા વિન્ડો બહાર આવશે. આ ઉપરાંત આ વિન્ડોનું સ્થાન બદલી શકાય છે. તથા મુક્ત રાખી શકાય છે. આ માટે વિન્ડોના ટાઇટલને ડ્રેગ કરો. |
|
કોષ્ટક (ગ્રીડ વ્યુ)માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવવા ઘણા મોડ્યૂલમાં કોષ્ટક વ્યુ આપવામાં આવેલ છે. જેને અંગ્રેજીમાં “ગ્રીડ” કહે છે. આ કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે. તેની મદદથી માહિતીને સિલેક્ટ કરવી, શોધવી, ફિલ્ટર કરવી, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવી જેવી પ્રક્રિયા કરી શકાય છે. |
|
રો સિલેક્શનકોષ્ટકમાં રો (લીટી) સિલેક્ટ કરવા માટે આપ વિન્ડોઝની સિલેક્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકશો. જેમ કે રો સિલેક્ટ કરવા રોના શિર્ષક પર ક્લિક કરો. આ જગ્યા પર કર્સર ડ્રેગ કરી રોની રેન્જ સિલેક્ટ કરી શકશો. આ સાથે Shift કી દબાવી રાખી શરૂઆતની અને અંતિમ રો ક્લિક કરી રેન્જ સિલેક્ટ કરી શકશો. એક એક રો સિલેક્ટ કરવા Ctrl કી દબાવી રાખી રોના શિર્ષકને ક્લિક કરો. |
|
માહિતી શોધોફાઇન્ડ પેનલના બોક્ષમાં ટાઇપ કરતા તરત જ કોષ્ટકમાં જ્યાં જ્યાં તે શબ્દ આવેલો હોય તે હાઇલાઇટ થાય છે. હાલમાં ફાઇન્ડ પેનલના બોક્ષમાં ટાઇપ કરેલા શબ્દો તે યાદીમાં ઉમેરાય છે. જેનો ઊપયોગ ફરીવાર કરી શકાય છે. ફાઇન્ડ પેનલ બંધ કરવા x નિશાની પર ક્લિક કરો. |
|
.માહિતી ફિલ્ટરકોષ્ટકના કોલમ શિર્ષકની નીચે પ્રથમ રો “ફિલ્ટર રો” છે. તેમાં જે તે કોલમમાં માહિતી લખવાની શરૂઆત કરવામાં આવશે તે કોલમ અનુસાર કોષ્ટકની માહિતી ફિલ્ટર થશે અને ફિલ્ટર પેનલમાં ફિલ્ટરની સ્થિતિ દેખાશે.
ચિત્રમાં બતાવ્યા અનુસાર કોલમના શિર્ષકમાં જમણી બાજુ ફિલ્ટર બટન આપેલ છે. આ બટન ક્લિક કરતા કોલમમાં આવતા તમામ શબ્દોનું લીસ્ટ કક્કાવારી ક્રમમાં દર્શાવતી પોપઅપ વિન્ડો ખુલશે. આમાંથી શબ્દ સિલેક્ટ કરતા તે શબ્દ અનુસાર માહિતી ફિલ્ટર થશે. |
|
માહિતી સોર્ટીંગકોલમના મથાળા પર ક્લિક કરવાથી કોલમ ચડતા ક્રમમાં ગોઠવાય છે. ફરી ક્લિક કરવાથી ઉતરતા ક્રમમાં ગોઠવાય છે. ચડતો અને ઉતરતા ક્રમની નિશાની કોલમના મથાળા પર જોવા મળે છે. કોલમની માહિતી જો ગુજરાતીમાં લખેલ હશે તો કક્કાવારી પ્રમાણે ગોઠવાશે. એકસાથે બે કોલમ મુજબ Sorting કરવુ હોય તો Shift કી દબાવી રાખી બીજા કોલમના મથાળા પર ક્લિક કરો. Sorting દૂર કરવું હોય તો Ctrl કી દબાવી રાખી કોલમના મથાળા પર ક્લિક કરો. |
|
માહિતી જૂથમાં ગોઠવવીજે કોલમ પ્રમાણે જૂથ બનાવવા હોય તે કોલમના મથાળાને ઉપરની ગ્રુપપેનલ ઉપર ખેંચીને મૂકતા માહિતી તે કોલમની માહિતી પ્રમાણે જૂથમાં ગોઠવાશે. જરૂર મુજબ બીજા કોલમને પણ આપ ગ્રુપપેનલ પર મૂકી ગમે તેટલા જૂથ-લેવલ બનાવી માહિતી ગોઠવી શકો છો. ગોઠવાયેલ જૂથો આગળ + બટન પર ક્લિક કરવાથી તે જૂથ વિસ્તરીને અંદરની માહિતી જોઇ શકો છો. અને – બટન ક્લિક કરવાથી જૂથ સંકોચાય છે. |
|
|
આધુનિક પ્રિન્ટ પ્રિવ્યુ
|