
Naresh Dhakecha
।।श्री।। मनी मेनेजर एक पर्सनल फाइनान्श्यल एप्लिकेशन है जो खास भारतिय लोगो के लिये बनाया गया है । यह एप आपके रोजाना वित्तिय व्यवहारो को जोडेगा । आप अपनी माहवार या वार्षिक आय व खर्च का ब्यौरा रख पायेंगे और भविष्य के लिये आयोजन कर पायेंगे। हिन्दी, गुजराती या अंग्रेजी भाषा सेट कर सकेंगे ।
શિક્ષક મિત્રો, આ એપ વર્ગમાં વિદ્યાર્થીની હાજરી નિભાવવામાં ઉપયોગી થશે. તેમજ આપના વર્ગના વિદ્યાર્થીની જરૂરી માહિતી જેવી કે જન્મતારીખ, જ.ર.નં, બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર, મોબાઇલ નંબર વગેરે હાથવગી રાખી શકશો.
એપનું નવું અને સ્થાયી વર્ઝન PLAY STORE પર ઉપલબ્ધ છે. જો જૂનું વર્ઝન વાપરતા હો તો આ એપ અલગ એપ તરીકે ઇન્સ્ટોલ થશે. જૂની એપમાંથી ડેટાબેઝ બેકઅપ લઇ નવા વર્ઝનમાં રીસ્ટોર કરી દો.
મિત્રો, આપના મોબાઇલમાં રાખવા જેવી એપ છે જે ભારતના હવામાનના વિવિધ ઉપગ્રહ ચિત્રો આપશે. ઉપરાંત છેલ્લે પડેલા વરસાદના મેપ જોઇ શકશો આપ રીફ્રેશ કરીને તાજી સ્થિતિની જાણકારી
મેળવી શકશો. દરેક મેપ શેર કરી શકશો.
અહિ આપને OMR સિસ્ટમથી વિદ્યાર્થીઓનું મુલ્યાંકન કઇ રીતે કરી શકશો તેની વિગતવાર પ્રક્રિયા આપી છે.
પૂર્વ જરૂરિયાતઃ મૂલ્યાંકન કરતી વખતે ચાર વિકલ્પવાળા MCQ પ્રશ્નપત્ર હોવુ જોઇએ. જેમાં ઓછામાં ઓછા 40 પ્રશ્નો હોવા જરૂરી છે. અહિ 40, 50 અને 100 પ્રશ્નો માટેની શીટમાં પરીક્ષા લઇ શકશો.
શિક્ષક મિત્રો, હાલ SMC ફોર્મમાં ઘણી બધી જીણવટ ભરી વિગતો ભરવાની થાય છે. જેમાં છેલ્લા સત્રની પરિક્ષામાં મેળવેલ ગ્રેડ આધારિત ટેબલ ભરવાનું થાય છે. આ ટેબલમાં ધોરણ 1 થી 8ના તમામ વિષયોના દરેક ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા અને તેની ટકાવારીની વિગતો ભરવાની છે. આ ગણતરી ખૂબ જ સમય અને મહેનત માગી લે છે. આ ગણતરીને સરળ કરવા અહિં Excel શીટ આપી છે. જેમાં ફક્ત દરેક વિષયમાં 100માંથી મેળવેલ ગુણ ઉમેરવાથી તમામ વિગતો આપોઆપ પ્રદર્શિત થાય છે.
શિક્ષક મિત્રો, અહિં આપને Google Map પરથી આપના વિસ્તારની હાઇડેફીનેશન સેટેલાઇટ ઇમેજ તૈયાર કરવાની પ્રક્રિયા આપી છે. જેના દ્વારા આપ મોટા બેનરમાં પ્રિન્ટ કરી શકાય તેવી દુનિયાના કોઇપણ વિસ્તારનો નકશો કે ઉપગ્રહચિત્રની મોટી સાઇઝની ઇમેજ મેળવી શકશો.
મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ Android ગેમ્સ આપેલ છે. જેમાં આપ આપના સ્કોર, લીડરબોર્ડની વિગત તથા પ્રશ્નો Facebook તથા અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે SHARE કરી શકશો. આ ગેમ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે.
અહિ આપને ગુજરાતી સાહિત્યના ઇ-પુસ્તક આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરી આપની અને બાળકોની ભાષા સજ્જતામાં વધારો કરો. પુસ્તકો તૈયાર કરનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર....
શિક્ષકમિત્રો, અહિં આપને મોંઘવારી તફાવત કેલ્ક્યુલેટર - પત્રક આપેલ છે. આ Excel ફાઇલમાં આપ કોઇપણ સમયગાળા માટે મોંઘવારી તફાવતની ગણતરી કરી પત્રકની પ્રિન્ટ કરી શકશો.
શિક્ષકમિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે વિશ્વમાં છવાયેલા છે. સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પરંતુ કેટલિક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે.