Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116582 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21679 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82764 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19742 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



SchoolPro Primaryની ખાસિયતો

Rate this item
(3 votes)
Written by  Published in: SchoolPro

મુખ્ય વિશેષતાઓ

  • તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે.
  • માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.
  • હાલની આધુનિક ટેકનોલોજી અને પ્રોગ્રામિંગ લેંગ્વેજના ઉપયોગથી સોફ્ટવેરનું નિર્માણ થયેલ છે.
  • સંપૂર્ણપણે ગુજરાતી ઇન્ટરફેસ હોવાથી વપરાશમાં એકદમ સરળ છે.
  • 60 થી પણ વધુ પત્રકો પ્રિન્ટ કરી શકાય છે.
  • ખૂબ જ આધુનિક અને ઈન્ટરએક્ટિવ પ્રિન્ટ પ્રિવ્યુ વિન્ડો. પત્રકને કોઇપણ પેઇઝમાં પ્રિન્ટ કરવા માટે દરેક પ્રકારના સેટિંગ પ્રિન્ટ કરતા પહેલા કરી શકશો.
  • દરેક પત્રકને પ્રિન્ટ કરવા ઉપરાંત અન્ય ફોર્મેટ જેમ કે – PDF, Image, Excel, Word, Text, CSV, HTML વગેરે ફોર્મેટમાં એક્ષ્પોર્ટ કરી શકશો.
  • ફાઇનલ રીપોર્ટ કે પત્રકમાં સુધારા કરવા ઇચ્છતા હો તો તેને Word કે Excelમાં એક્ષ્પોર્ટ કરી સહેલાઇથી સુધારા કરી શકશો.
  • વિદ્યાર્થીના ઓળખપત્ર તૈયાર કરવા માટે ખૂબ જ સરળ ટૂલ દ્વારા રેડી-ટુ-પ્રિન્ટ ઇમેઝ તૈયાર કરી શકશો. જેનાથી આપ ઓળખકાર્ડને ખૂબ નજીવા ખર્ચે બનાવી શકશો.
  • ખૂબ જ આકર્ષક દેખાવ. આપની પસંદગી મુજબ દેખાવ પસંદ કરવા 40 અલગ-અલગ થીમ આપેલી છે.
  • માહિતીનો સંગ્રહ એક જ MS Access ડેટાબેઝ ફાઇલમાં થાય છે. તેથી સમયાંતરે આ ફાઇલનું બેકઅપ લેવું ખૂબ જ સરળ છે.
  •  

     Buy SchoolProDownload SchoolPro 

     

     

     

    આધુનિક ઇન્ટરફેસ વિશે

     

    અહિં આપને સોફ્ટવેરના સામાન્ય સંચાલન માટેની કેટલીક માહિતી આપી છે. જે આપને આધુનિક ઇન્ટરફેસથી પરિચિત કરશે.

     

    સ્ક્રીન

    વિગત

    menu 

    મેનુ

    આ સોફ્ટવેરમાં રીબન મેનુનો ઉપયોગ કરેલ છે. MS Office 2007 મુજબના આ મેનુમાં દરેક મેનુ ટેબ તરીકે હશે. દરેક ટેબમાં મેનુ આઇટમ ચોક્કસ ગ્રુપમાં ગોઠવાયેલ હશે. ઉપરાંત દરેક મોડ્યૂલ ખોલતા તેને સંલગ્ન મોડ્યૂલ મેનુ ખુલશે. જે ખાસ કેટેગરી સાથે મુખ્ય મેનુમાં ઉમેરાશે. કેટેગરીનું નામ ટાઇટલબારમાં જોવા મળશે.

     

     dataentry300

    ડેટાએન્ટ્રી

    માહિતી ભરવા માટે આધુનિક ઇનપુટ કંટ્રોલ્સ આપેલા છે. જે આપની ઝડપ વધારશે.

    શબ્દ આધારિત માહિતી માટે આપને અગાઉ કરેલી એન્ટ્રી મુજબ રેફરન્સ મળશે. જેથી એકની એક માહિતી વારંવાર ટાઇપ કરવી નહી પડે.

    જ્યાં ચોક્કસ માહિતી આપવાની હોય ત્યાં આપને લીસ્ટ આપેલ હશે, જેમાંથી યોગ્ય માહિતી સિલેક્ટ કરી શકશો. અથવા શબ્દ ટાઇપ કરતા જશો તેમ ઓટોકમ્પ્લીટ થશે. જેમ કે જાતિ માટે સ્ત્રી કે પુરૂષ.

     dockpanel300

    મુક્ત/સાઇડ વિન્ડો

    અમુક મોડ્યૂલમાં જગ્યાના અભાવને કારણે કે યોગ્ય વ્યવસ્થા માટે મુક્ત/સાઇડ વિન્ડો આપેલ છે. આ વિન્ડોને ઉપર ચિત્રમાં દર્શાવેલ મિનીમાઇઝ બટન દ્વારા છુપાવી શકાય છે અને જરૂર મુજબ પુનઃ સ્થાપિત કરી શકાય છે. જો વિન્ડો મિનીમાઇઝ હશે તો સાઇડમાં બટન સ્વરૂપે જોવા મળશે. આ બટન પર કર્સર લઇ જતા વિન્ડો બહાર આવશે.

    આ ઉપરાંત આ વિન્ડોનું સ્થાન બદલી શકાય છે. તથા મુક્ત રાખી શકાય છે. આ માટે વિન્ડોના ટાઇટલને ડ્રેગ કરો.

     gridView300

    કોષ્ટક (ગ્રીડ વ્યુ)

    માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવવા ઘણા મોડ્યૂલમાં કોષ્ટક વ્યુ આપવામાં આવેલ છે. જેને અંગ્રેજીમાં “ગ્રીડ” કહે છે. આ કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે. તેની મદદથી માહિતીને સિલેક્ટ કરવી, શોધવી, ફિલ્ટર કરવી, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવી જેવી પ્રક્રિયા કરી શકાય છે.

     selection300

    રો સિલેક્શન

    કોષ્ટકમાં રો (લીટી) સિલેક્ટ કરવા માટે આપ વિન્ડોઝની સિલેક્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકશો. જેમ કે

    રો સિલેક્ટ કરવા રોના શિર્ષક પર ક્લિક કરો.

    આ જગ્યા પર કર્સર ડ્રેગ કરી રોની રેન્જ સિલેક્ટ કરી શકશો.

    આ સાથે Shift કી દબાવી રાખી શરૂઆતની અને અંતિમ રો ક્લિક કરી રેન્જ સિલેક્ટ કરી શકશો.

    એક એક રો સિલેક્ટ કરવા Ctrl કી દબાવી રાખી રોના શિર્ષકને ક્લિક કરો.

     findPanel300

    માહિતી  શોધો

    ફાઇન્ડ પેનલના બોક્ષમાં ટાઇપ કરતા તરત કોષ્ટકમાં જ્યાં જ્યાં તે શબ્દ આવેલો હોય તે હાઇલાઇટ થાય છે.

    હાલમાં ફાઇન્ડ પેનલના બોક્ષમાં ટાઇપ કરેલા શબ્દો તે યાદીમાં ઉમેરાય છે. જેનો ઊપયોગ ફરીવાર કરી શકાય છે.

    ફાઇન્ડ પેનલ બંધ કરવા x નિશાની પર ક્લિક કરો.

     filter300

    .માહિતી  ફિલ્ટર
    કોષ્ટકના કોલમ શિર્ષકની નીચે પ્રથમ રો “ફિલ્ટર રો” છે. તેમાં જે તે કોલમમાં માહિતી લખવાની શરૂઆત કરવામાં આવશે તે કોલમ અનુસાર કોષ્ટકની માહિતી ફિલ્ટર થશે અને ફિલ્ટર પેનલમાં ફિલ્ટરની સ્થિતિ દેખાશે.

     

    ચિત્રમાં બતાવ્યા અનુસાર કોલમના શિર્ષકમાં જમણી બાજુ ફિલ્ટર બટન આપેલ છે. આ બટન ક્લિક કરતા કોલમમાં આવતા તમામ શબ્દોનું લીસ્ટ કક્કાવારી ક્રમમાં દર્શાવતી પોપઅપ વિન્ડો ખુલશે. આમાંથી શબ્દ સિલેક્ટ કરતા તે શબ્દ અનુસાર માહિતી ફિલ્ટર થશે.

     sorting300

    માહિતી સોર્ટીંગ

    કોલમના મથાળા પર ક્લિક કરવાથી કોલમ ચડતા ક્રમમાં ગોઠવાય છે. ફરી ક્લિક કરવાથી ઉતરતા ક્રમમાં ગોઠવાય છે. ચડતો અને ઉતરતા ક્રમની નિશાની કોલમના મથાળા પર જોવા મળે છે.

    કોલમની માહિતી જો ગુજરાતીમાં લખેલ હશે તો કક્કાવારી પ્રમાણે ગોઠવાશે.

    એકસાથે બે કોલમ મુજબ Sorting કરવુ હોય તો Shift કી દબાવી રાખી બીજા કોલમના મથાળા પર ક્લિક કરો.

    Sorting દૂર કરવું હોય તો Ctrl કી દબાવી રાખી કોલમના મથાળા પર ક્લિક કરો.

     groupPanel300

    માહિતી જૂથમાં ગોઠવવી

    જે કોલમ પ્રમાણે જૂથ બનાવવા હોય તે કોલમના મથાળાને ઉપરની ગ્રુપપેનલ ઉપર ખેંચીને મૂકતા માહિતી તે કોલમની માહિતી પ્રમાણે જૂથમાં ગોઠવાશે. જરૂર મુજબ બીજા કોલમને પણ આપ ગ્રુપપેનલ પર મૂકી ગમે તેટલા જૂથ-લેવલ બનાવી માહિતી ગોઠવી શકો છો.

    ગોઠવાયેલ જૂથો આગળ + બટન  પર ક્લિક કરવાથી તે જૂથ વિસ્તરીને અંદરની માહિતી જોઇ શકો છો. અનેબટન ક્લિક કરવાથી જૂથ સંકોચાય છે.

     printPreview

    આધુનિક પ્રિન્ટ પ્રિવ્યુ

    • દરેક પત્રકને પ્રિન્ટ કરતી વખતે આપને પ્રિવ્યુ વિન્ડો દેખાશે. આ ખાસ પ્રિવ્યુ વિન્ડો આપને અઢળક સવલતો આપે છે.
    • પ્રિન્ટ મેનુમાં પ્રિન્ટ માટેના વિકલ્પો આપેલા છે.
    • પેઇઝ સેટઅપ મેનુમાં પેપર સાઇઝ, સ્કેલ, માર્જિન વગેરે સેટ કરી શકશો.
    • નેવિગેશન મેનુ દ્વારા પેઇઝ બદલી શકશો.
    • ઝૂમ મેનુ દ્વારા પ્રિવ્યુને ઝૂમ ઇન કે આઉટ અથવા પ્રિવ્યુ પેઇઝની સંખ્યા સેટ કરી શકશો.
    • પેઇઝ બેકગ્રાઉન્ડ મેનુ દ્વારા બેકગ્રાઉન્ડનો રંગ બદલી શકશો તથા બેકગ્રાઉન્ડમાં વોટર માર્ક સેટ કરી શકશો.
    • એક્ષ્પોર્ટ મેનુ દ્વારા પત્રકને અન્ય ફોર્મેટ જેવા કે PDF, Excel, Word, Image, CSV, HTML વગેરે જેવા ફોર્મેટમાં સંગ્રહિત કરી શકશો.
    • રિપોર્ટ માટે વૈકલ્પિક સેટિંગ Parameters વિન્ડોમાં આપવામાં આવશે. જે દ્વારા આપ રીપોર્ટની માહિતી માટે સેટિંગ કરી શકશો.

     

     

     

     

     

    Read 21678 times Last modified on Wednesday, 13 August 2014 10:01

    આજના સક્રિય સભ્યો

    મુલાકાતીઓની સંખ્યા



    United States 93.6%Japan 0%
    India 3.4%Serbia And Montenegro 0%
    Australia 1.5%Canada 0%
    Germany 0.7%Kuwait 0%
    Austria 0.1%United Kingdom 0%

    Today: 20
    Yesterday: 68
    This Week: 183
    Last Week: 302
    This Month: 1282
    Last Month: 1525
    Total: 37550