આ સોફ્ટવેર દ્વારા શાળાકીય માહિતી, પત્રકો, શૈક્ષણિક પ્રગતિના રેકર્ડ વગેરે માહિતીને કાયમી સંગ્રહ કરી શકાય છે. જરૂર પડે ત્યારે પળવારમાં માહિતી શોધી શકાય છે. આ સોફ્ટવેર આપનો કિંમતી સમય બચાવશે અને વહીવટીકાર્યને એકદમ સરળ બનાવશે. સંપૂર્ણ ગુજરાતી ભાષામાં સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી તેનો વપરાશ અત્યંત સરળ છે.
Buy SchoolProDownload SchoolPro
SchoolPro Primary 3 માં નવું શું છે.
- મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય મોડ્યૂલ ઓપન હોય ત્યારે પણ મુખ્ય મેનુ હંમેશા દેખાશે. જ્યારે મોડ્યૂલનું મેનુ ઉપરની રીબન પર દેખાશે. ઉપરાંત ડાબી બાજુ ઉપરના ખૂણે SchoolPro આઇકોન ક્લિક કરતા મુખ્ય મેનુ દેખાશે.
- રોજમેળ અને ખાતાવહી માટે સંપૂર્ણ નવી સુધારેલી સિસ્ટમ ઉમેરાઇ.
- બીલ રજીસ્ટર, ચેક ઇસ્યુ રજીસ્ટર, ગ્રાન્ટ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર નવી સવલત ઉમેરાઇ
- OMR શીટ વડે મૂલ્યંકન થઇ શકે તેવી OMR શીટ રીડર સિસ્ટમ ઉમેરાઇ.
- વયપત્રક અને વિદ્યાર્થી પ્રોફાઇલમાં સરળતા માટે એડિટીંગ અને સર્ચિંગ માટે અલગ વ્યુ ઉમેરાયા.
- નવા SCE મૂલ્યાંકન પરિપત્ર મુજબ પરિણામપત્રકમાં સુધારા થયા.
- પરફોર્મન્સ સુધારવા માટે કેટલાક આંતરિક ફેરફારો થયા.
- અન્ય સંચાલનની સરળતા માટે સુધારા કરાયા.
ખાસ સવલતો
સ્ક્રીન |
વિગત |
|
ફાઇલ મેનેજર મોડ્યૂલ આ મોડ્યૂલની મદદથી આપ શાળાના તમામ રેકર્ડને મેનેજ કરી શકશો. રોજ બરોજના પત્રકો અને ફાઇલની આવક-જાવકની એન્ટ્રી કરી દો. જ્યારે માહિતીની જરૂર પડે ત્યારે તરત જ પત્રક કે ફાઇલનું સ્થાન મળી જશે. વર્ષો જૂની માહિતી સરળતાથી અને ખૂબ જ ઝડપથી શોધી શકાશે. જેથી આપના સમયની બચત થશે. આ સાથે આવક અને જાવક રજીસ્ટર પણ નિભાવી શકશો. |
|
વયપત્રક મોડ્યૂલ આ મોડ્યૂલમાં વયપત્રકની તમામ માહિતીનો સંગ્રહ કરી શકાય છે. આ મોડ્યૂલમાં ડેટા એન્ટ્રી કરવી સરળ છે. ત્યારબાદ જ્યારે પણ માહિતીની જરૂર હોય ત્યારે સરળતાથી માહિતી શોધી શકાય છે. જન્મતારીખનું પ્રમાણપત્ર અને શાળા છોડ્યાનું પ્રમાણપત્રની પ્રિન્ટ કાઢી શકાય છે. |
|
માસિકપત્રક મોડ્યૂલ આ મોડ્યૂલમાં શાળાના માસિકપત્રકની વિગતોનો સંગ્રહ કરી શકાય છે અને પ્રિન્ટ કરી શકાય છે.
|
|
દૈનિક હાજરી મોડ્યૂલ આ મોડ્યૂલમાં વિદ્યાર્થીઓની દૈનિક હાજરીના આંકડાનો સંગ્રહ થાય છે. જેના પરથી હાજરીનું વિશ્લેષણ અને સરાસરી જેવી માહિતી મેળવી શકાય છે.
|
|
શિષ્યવૃત્તિ દરખાસ્ત મોડ્યૂલ આ મોડ્યૂલ દ્વારા શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય માટે દરખાસ્ત તૈયાર કરી શકશો. તેમજ પહોંચ પ્રિન્ટ કરી શકશો. વાર્ષિક શિષ્યવૃત્તિની તારીજ મેળવી શકશો.
|
|
શિક્ષક માહિતી મોડ્યૂલ આ મોડ્યૂલમાં શાળાના શિક્ષકોની માહિતીનો સંગ્રહ થાય છે. શિક્ષકની પ્રોફાઇલ, શિક્ષકોની યાદી જેવી માહિતી પ્રાપ્ત કરી શકશો.
|
|
પગારબીલ મોડ્યૂલ આ મોડ્યૂલ દ્વારા શિક્ષકોના પગારની માહિતી સંગ્રહ કરી શકાશે. પગારબીલ પ્રિન્ટ કરી શકશો. આ તમામ આંકડાને આધારે શિક્ષકની સેલરીબુક તૈયાર થશે. જેના દ્વારા પગાર સ્લીપ, વાર્ષિક આવકની વિગતો મેળવી શકાશે |
|
રોજમેળ અને ખાતાવહી મોડ્યૂલ આ મોડ્યૂલ દ્વારા શાળાના વહીવટી હિસાબો મેનેજ કરી શકશો. શાળાની આવક અને ખર્ચની વિગતો ભરો. આ વિગતોને આધારે રોજમેળ તથા ખાતાવહી પ્રિન્ટ કકરી શકશો.
|
|
વિદ્યાર્થી હાજરીપત્રક આ મોડ્યૂલ દ્વારા વિદ્યાર્થીઓના હાજરીપત્રક બનાવી શકશો. દૈનિક હાજરી નોંધી પત્રક પ્રિન્ટ કરી શકશો.
|
|
ઓળખકાર્ડ મોડ્યૂલ આ મોડ્યૂલ દ્વારા આપ વિદ્યાર્થીના ઓળખકાર્ડની ઇમેઝ તૈયાર કરી શકો છો. આપની મનગમતી ડિઝાઇન અથવા આપેલી ડિઝાઇન પસંદ કરી વિદ્યાર્થીઓની યાદી સિલેક્ટ કરી ઓળખકાર્ડની ઇમેઝ તૈયાર કરી શકાય છે.
|
|
પરિણામપત્રક(ધો – 1 થી 8) મોડ્યૂલ વિદ્યાર્થીના પરિણામપત્રકો તૈયાર કરી શકશો. પરિક્ષાના ગુણ નોંધો અને પરિણામપત્રક તથા વિદ્યાર્થી પ્રગતિપત્રક પ્રિન્ટ કરો.
|
|
OMR શીટ રીડર શાળા માટે આ ખૂબ જ ઉપયોગી ટૂલ છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે OMR શીટનો ઉપયોગ કરી આ ટૂલ વડે તાત્કાલિક મૂલ્યાંકન કરી શકશો અને તેના ડેટાને આધારે નિદાન અને ઉપચાર કરી શકશો.
|
શિક્ષક મિત્રો.
SchoolPro Primary સોફ્ટવેરને વધુમાં વધુ બહેતર અને ઉપયોગી બનાવવા પ્રયાસ થઇ રહ્યો છે. આથી આપના પ્રતિભાવો, સૂચનો અને ભૂલ કે ખામીઓ વિશે રીપોર્ટ કરો તે ખૂબ જ આવકાર્ય છે. તેથી યોગ્ય વિભાગમાં જઇ આપના પ્રતિભાવો, સૂચનો અને ભૂલ કે ખામીઓ વિશે રીપોર્ટ આપો.
આપનો ખૂબ ખૂબ આભાર.....