મિત્રો, અહિં આપને MS Excelમાં બનાવેલ કેલેન્ડર આપેલ છે. જે વર્ષઃ 1900 થી 9999 સુધીનો સમયગાળો બતાવશે. આપે ફક્ત કાળા ખાનામાં વર્ષ બદલવાનું રહેશે. તે અનુસાર તમામ માસ આપોઆપ ગોઠવાશે.
SMC દ્વારા દર મહિતે આપવાની થતી માહિતી માટેના પત્રકો 1 થી 9 આપેલ છે. પ્રથમ પત્રકમાં શાળા, ક્લસ્ટર, બ્લોક, જિલ્લો તથા વર્ષ-માસની વિગતો આપો. અન્ય પત્રકોમાં આ સામાન્ય માહિતી આપોઆપ આવી જશે. પત્રકો પ્રિન્ટ કરો.
પ્રજ્ઞા - પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. આ નવા અભિગમમાં પ્રજ્ઞા વર્ગ માં કરવા જેવી પ્રવૃત્તિની સામગ્રી તથા પત્રકો માટેની સામગ્રી અહિં મૂકવામાં આવી છે. જે આપને પણ ઉપયોગી નીવડશે.
અહિં 2014-15ના હિસાબી વર્ષ માટે આવકવેરાનું ફોર્મ આપેલ છે. આ ઓટોમેટેડ ફોર્મમાં ફક્ત પીળા ખાનામાં માહિતી ભરો. અન્ય સંબંધિત માહિતી આપોઆપ ભરાશે. પ્રથમ ‘પગારની વિગત’ શીટમાં વાર્ષિક આવકના આંકડા ભરો, અન્ય આવક અને કપાત ડીક્લેરેશન ફોર્મમાં ભરો. જેના એકંદર આંકડા આવકવેરા ફોર્મ શીટ ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16'માં આવી જશે. આ શીટમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ફોર્મ નં-16 આપેલ છે. આ શીટમાં જરૂરી માહિતી ભરો. ત્યારબાદ (1)પગારની વિગત (2) ડીક્લેરેશન ફોર્મ (3) જાતઆકારણી ફોર્મ તથા (3) ફોર્મ નં – 16 પ્રિન્ટ કરો.
29 મુદ્દાનું આધાર ડાયસ ફોર્મ આપેલ છે. માહિતી ભરી સરળતાથી Legal પેઇઝમાં પ્રિન્ટ કરો.
અહિં ડાયસ ફોર્મ ભરવા માટે ખ્રબજ ઉપયોગી બને તેવું વિદ્યાર્થી Age Calculator આપેલ છે. વર્ગના વિદ્યાર્થીઓની જન્મતારીખ લખો. વયજૂથ મુજબની તારીજ આપોઆપ મળી જશે.
શિક્ષક મિત્રો, અહિં એક નમૂનારૂપ સેલરીબુક આપી છે. આ સેલરીબુકમાં દરેક હિસાબી વર્ષ માટે અલગ-અલગ શીટ આપેલ છે. આ નમૂનામાં 2002ના વર્ષથી અત્યાર સુધીના આંકડા છે. આગળના વર્ષ માટે શીટ કોપી કરી લો. હિસાબી વર્ષના અંતે આ શીટની પ્રિન્ટ કરી ઇન્કમટેક્ષ ફોર્મ સાથે પણ જોડી શકાશે. આ પ્રમાણે નોકરીના સમગ્ર કાર્યકાળનો રેકોર્ડ આ એક ફાઇલમાં રાખી શકાય.
વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.
મિત્રો, અહિં મારી શાળાની અનુકુળતા મુજબ ધોરણ-6 થી 8 માં ત્રણ શિક્ષકો માટે સમયપત્રક બનાવેલ છે. જો આપની શાળા માટે અનુકુળતા હોય તો તેનો ઉપયોગ કરી શકશો અથવા તેમાં થોડા ફેરફારો કરી સમયપત્રક બનાવી શકશો. ફક્ત OFFICE શીટમાં વિષયો અને શિક્ષકોની ગોઠવણી આપની અનુકુળતા મુજબ કરવાની છે. ધોરણના સમયપત્રકો આપમેળે તૈયાર થશે. અંતે શિક્ષકો માટેના સમયપત્રકો આપે બનાવવાના રહેશે.
માસિક પત્રક
મિત્રો, અહિં માસિકપત્રકના નમૂનાઓ આપેલા છે. દરેક જિલ્લામાં આ ફોર્મેટ અલગ-અલગ હોવાથી અમૂક જિલ્લાના ફોર્મેટ અન્ય શિક્ષક મિત્રો પાસેથી પ્રાપ્ત થયા છે તે રજૂ કરું છું. આપના જિલ્લાના ફોર્મેટમાં જો ફેરફાર હોય તો આપ તેનો નમૂનો મોકલશો. જેથી તેને અન્ય સુધી પહોંચી શકે.