પત્રકો (16)
7351
Hajripatrak - Android App (Updated - 13-07-2015)
Written by Naresh Dhakecha Published in: પત્રકોશિક્ષક મિત્રો, આ એપ વર્ગમાં વિદ્યાર્થીની હાજરી નિભાવવામાં ઉપયોગી થશે. તેમજ આપના વર્ગના વિદ્યાર્થીની જરૂરી માહિતી જેવી કે જન્મતારીખ, જ.ર.નં, બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર, મોબાઇલ નંબર વગેરે હાથવગી રાખી શકશો.
એપનું નવું અને સ્થાયી વર્ઝન PLAY STORE પર ઉપલબ્ધ છે. જો જૂનું વર્ઝન વાપરતા હો તો આ એપ અલગ એપ તરીકે ઇન્સ્ટોલ થશે. જૂની એપમાંથી ડેટાબેઝ બેકઅપ લઇ નવા વર્ઝનમાં રીસ્ટોર કરી દો.
શિક્ષક મિત્રો, હાલ SMC ફોર્મમાં ઘણી બધી જીણવટ ભરી વિગતો ભરવાની થાય છે. જેમાં છેલ્લા સત્રની પરિક્ષામાં મેળવેલ ગ્રેડ આધારિત ટેબલ ભરવાનું થાય છે. આ ટેબલમાં ધોરણ 1 થી 8ના તમામ વિષયોના દરેક ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા અને તેની ટકાવારીની વિગતો ભરવાની છે. આ ગણતરી ખૂબ જ સમય અને મહેનત માગી લે છે. આ ગણતરીને સરળ કરવા અહિં Excel શીટ આપી છે. જેમાં ફક્ત દરેક વિષયમાં 100માંથી મેળવેલ ગુણ ઉમેરવાથી તમામ વિગતો આપોઆપ પ્રદર્શિત થાય છે.
11721
મોંઘવારી તફાવત કેલ્ક્યુલેટર - પત્રક (By GUNVANT PRAJAPATI)
Written by Naresh Dhakecha Published in: પત્રકોશિક્ષકમિત્રો, અહિં આપને મોંઘવારી તફાવત કેલ્ક્યુલેટર - પત્રક આપેલ છે. આ Excel ફાઇલમાં આપ કોઇપણ સમયગાળા માટે મોંઘવારી તફાવતની ગણતરી કરી પત્રકની પ્રિન્ટ કરી શકશો.
શિક્ષક મિત્રો, ગુણોત્સવ દરમિયાન વાંચન-લેખન-ગણન પર વધારે ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે દરેક બાળક આ પાયાના ત્રણ કૌશલ્ય કેળવે તેવો પ્રયાસ કરીએ છીએ. આ માટે વર્ગમાં વાંચન-લેખન-ગણનનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય તે માટે આ પત્રક ઉપયોગી થશે. આ Excel ફાઇલમાં ત્રણેય કૌશલ્ય માટે અલગ શીટમાં ચારથી પાંચ મુદ્દા આધારે મૂલ્યાંકન કરી નોંધ કરી શકાય તવું ફોર્મેટ આપેલ છે. અહી બાળક દરેક મુદ્દામાં કઇ કચાસ ધરાવે તે નોંધ કરો અને તે આધારે દરેક મુદ્દા માટે 10માંથી ગુણ આપો. આ ગુણનું એકંદર અલગ શીટમાં આપોઆપ મળી જશે. એકંદર શીટમાં ગુણ આધારિત રંગો સેટ થશે તેથી તેનુ વિશ્લેષણ કરવામાં સરળતા રહેશે.