શાળામાં પુસ્તકાલયમાં પુસ્તકો અને પુસ્તક ઇસ્યુ રજીસ્ટર નિભાવવા ખાસ વ્યવસ્થા કરાઇ છે. જેના દ્વારા શાળાના પુસ્તકાલયના પુસ્તકોની માહિતીનો સંગ્રહ કરી શકશો. પુસ્તક ઇસ્યુ રજીસ્ટરમાં નોંધી શકશો. ઉપરાંત ઉપલબ્ધ પુસ્તકો અને પુસ્તકની સ્થિતિ અંગેની માહિતી નિભાવી શકશો. પુસ્તકાલયમાંથી તાત્કાલિક પુસ્તક શોધી શકશો. જરૂરિયાત મુજબ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરી શકશો તેમજ પુસ્તકની ઓળખ સરળતાથી થાય તે માટે લેબલ પ્રિન્ટ કરી લગાડી શકશો.
ઓળખકાર્ડ બનાવવા આપને થોડી Photoshop વિશે માહિતી હોવી જરૂરી છે. કારણ કે આપે સૌપ્રથમ વિદ્યાર્થીના ફોટોગ્રાફ એડિટ કરી વિદ્યાર્થી પ્રોફાઇલમાં ઉમેરવાના છે. આ માટે તમામ વિદ્યાર્થીના ફોટોગ્રાફ ડીઝીટલ કેમેરા કે ફોન વડે પાડી લો.