અહિં 2014-15ના હિસાબી વર્ષ માટે આવકવેરાનું ફોર્મ આપેલ છે. આ ઓટોમેટેડ ફોર્મમાં ફક્ત પીળા ખાનામાં માહિતી ભરો. અન્ય સંબંધિત માહિતી આપોઆપ ભરાશે. પ્રથમ ‘પગારની વિગત’ શીટમાં વાર્ષિક આવકના આંકડા ભરો, અન્ય આવક અને કપાત ડીક્લેરેશન ફોર્મમાં ભરો. જેના એકંદર આંકડા આવકવેરા ફોર્મ શીટ ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16'માં આવી જશે. આ શીટમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ફોર્મ નં-16 આપેલ છે. આ શીટમાં જરૂરી માહિતી ભરો. ત્યારબાદ (1)પગારની વિગત (2) ડીક્લેરેશન ફોર્મ (3) જાતઆકારણી ફોર્મ તથા (3) ફોર્મ નં – 16 પ્રિન્ટ કરો.
29 મુદ્દાનું આધાર ડાયસ ફોર્મ આપેલ છે. માહિતી ભરી સરળતાથી Legal પેઇઝમાં પ્રિન્ટ કરો.
શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન
શિક્ષકમિત્રો, SCE 2015-16 શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનો Excelમાં તૈયાર કરેલ ઓટોમેટેડ સોફ્ટવેર છે. જેના દ્વારા આપ ખૂબ જ સરળતાથી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકશો અને આપનો કિંમતી સમય બચાવીને શૈક્ષણિક કાર્યમાં વધુ સમય આપી શકશો. SchoolPro વાપરતા શિક્ષકમિત્રો પણ હવે આ સોફ્ટવેરમાં ડેટાએન્ટ્રી કરીને વર્ષાંતે સરળતાથી SchoolProમાં માહિતી કોપી કરીને સંગ્રહી શકશે