


સૌથી પહેલા વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.
- શિક્ષક મેનુ હેઠળ વિદ્યાર્થી પ્રોફાઇલ પર ક્લિક કરો.
- આ પ્રોફાઇલમાં વયપત્રકમાંથી જે ચાલુ નામ હોય તેને ઉમેરવા માટે મેનુમાંથી “વયપત્રકમાંથી ચાલું નામ પ્રમાણે પ્રોફાઇલ અપડેટ કરો” બટન ક્લિક કરો.
- ડાયલોગબોક્ષમાં જો પ્રોફાઇલમાં નામ ઉમેરવા પડે એમ હોય કે દૂર કરવા પડે એમ હોય તો નીચે બટન બતાવશે. તેને ક્લિક કરતા પ્રક્રિયા પૂર્ણ થશે. “વિદ્યાર્થીયાદી બરાબર છે.” મેસેજ દેખાશે.
- હવે ડાબી બાજુ ધોરણવાઇઝ વિદ્યાર્થીનું લિસ્ટ દેખાશે. દરેક ધોરણ કે વર્ગમાં નામ સામે રોલ નંબર આપો. હાજરી પત્રકમાં આ રોલ નંબર પ્રમાણે નામ ગોઠવાશે.
હાજરીપત્રક બનાવવા નીચેના સ્ટેપ અનુસરો.
- “શિક્ષક” મેનુ હેઠળ “વિદ્યાર્થી હાજરીપત્રક” બટન ક્લિક કરો.
- હાજરીપત્રક ઉમેરવા “હાજરીપત્રક ઉમેરો” મેનુ ક્લિક કરો. આપને માસ સિલેક્ટ કરવા માટે પૂછાશે. માસ સિલેક્ટ કરી “ઉમેરો” ક્લિક કરો. ડાબી બાજુના લિસ્ટમાં હાજરીપત્રક ઉમેરાયેલુ જોવા મળશે.
- ઉમેરેલ હાજરીપત્રકમાં નામ ઉમેરવા મેનુ પરથી “વિદ્યાર્થીપ્રોફાઇલમાંથી નામ ઉમેરો” પર ક્લિક કરો. આપને વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી બધા ધોરણના કુલ કેટલા નામ ઉમેરવાપાત્ર તે મેસેજ દેખાશે. Yes ક્લિક કરતા બધા નામ ઉમેરાશે. જો અગાઉ કોઇ નામો ઉમેરેલ હશે તો તે બેવડાશે નહી.
- ધોરણ અને વર્ગવાર નામ પ્રોફાઇલમાં આપેલ રોલનંબર પ્રમાણે ગોઠવાશે. આપ હાજરીપત્રકમાં તેના વર્ગ અને રોલ નંબરમાં સુધારો કરી શકશો.
- જો આગળના માસનું હાજરીપત્રક ઉમેરલ હોય તો તેના માસના અંતે દરેક વિદ્યાર્થીના હાજર દિવસ આ માસમાં લઇ લો. આ માટે લિસ્ટમાંથી આગળના માસનું હાજરીપત્રક સિલેક્ટ કરો. મેનુમાંથી “કુલ હાજરી કોપી કરો” બટન ક્લિક કરો. ચાલુ માસનું હાજરીપત્રક સિલેક્ટ કરો. મેનુમાંથી “કુલ હાજરી પેસ્ટ કરો” બટન ક્લિક કરતા આગળના માસમાં જેટલા વિદ્યાર્થીના કુલ હાજર દિવસ ઉપલબ્ધ હશે તેના હાજર દિવસ આ માસમાં આવી જશે. જેનું નામ આગળના માસમાં નહી હોય તેના હાજર દિવસ આપ ટાઇપ કરી ઉમેરી શકશો.
- જો આપ જાતે બોલપેનથી હાજરી નોંધવા માગતા હો તો આપ પત્રકની કોરી પ્રિન્ટ કરી શકશો. આ માટે. “હાજરીપત્રક પ્રિન્ટ” ક્લિક કરતા પ્રિન્ટ પ્રિવ્યુ દેખાશે. તેમાંથી ધોરણ સિલેક્ટ કરી Submit બટન ક્લિક કરી પ્રિન્ટ કરો.
આપ કમ્પ્યૂટરમાં જ હાજરી નોંધવા માગતા હો તો નીચેના સ્ટેપ અનુસરો.
- હાજરી નોંધવા સૌપ્રથમ મેનુમાંથી “સુધારો કરો” બટન ક્લિક કરો.
- જે તારીખમાં હાજરી નોંધવી હોય તેના હેડર પર જમણી ક્લિક કરી મેનુંમાંથી બધા હાજર સિલેક્ટ કરતા તે તારીખના કોલમમાં બધા વિદ્યાર્થી માટે લીલુ નિશાન થશે.
- હવે જે વિદ્યાર્થી ગેરહાજર હોય તે માટે ડબલ ક્લિક કરી લાલ નિશાની લાવો. જે સેલ સિલેક્ટ હોય તેની નિશાની બદલવા માઉસ વ્હીલનો ઉપયોગ પણ કરી શકશો.
- જો રજા નોંધવી હોય તો તારીખના હેડર પર જમણી ક્લિક કરી ખુલતા મેનુમાંથી રજાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવો.
- માસ પૂરો થયે આપ પ્રિન્ટ કરી શકશો. પ્રિન્ટ કરતા પહેલા માહિતી Save કરવા “સંગ્રહિત કરો” પર ક્લિક કરો. પ્રિન્ટમાં રજાના દિવસ માટે અલગ-અલગ નિશાની બતાવશે. જો તેમાં રજાની વિગત લખવી હોય તો આ હાજરીપત્રકને આપ Excelમાં એક્ષ્પોર્ટ કરી સુધારા કરી પ્રિન્ટ કરી શકશો.