Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115817 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21478 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82123 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19540 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



SchoolPro વડે શિષ્યવૃત્તિ દરખાસ્ત તૈયાર કરવી.

Rate this item
(3 votes)
Written by  Published in: SchoolPro સહાયતા

જો આપે હજી વયપત્રકમાં નામો ઉમેરેલ નહોય તો સૌપ્રથમ વયપત્રક મોડ્યૂલમાં નામ ઉમેરો. નામ ઉમેરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.

  • જ.ર.નંના ખાનામાં સામાન્ય વયપત્રક નંબર લખવો.
  • રજી. નં માં નામ જેટલામાં રજીસ્ટરમાં નોંધેલ હોય તે રજીસ્ટરનો નંબર લખો. જેમ કે આપની શાળામાં ચાર રજીસ્ટર બનાવેલ હોય તો દરેક નામો સાથે તે ક્યા રજીસ્ટરમાં છે તે આ ખાનામાં નોંધો.
  • હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે બટનને Active(લીલો રંગ) તરીકે સેટ કરો અને જો જૂના નામો હોય તે માટે Non-Active(લાલ રંગ) સેટ કરો. બટનને ક્લિક કરતા અથવા Spacebar કી દબાવતા તેનો રંગ બદલાશે.
  • તમામ આંકડા અંગ્રેજીમાં લખવા. જેમ કે તારીખ, ધોરણ વગેરે. જો આપે અંગ્રેજી આંકડા લખવા વારંવાર ભાષા બદલવી પડતી હોય તો આ માટે ખાસ SchoolPro Keyboard બનાવેલ છે. જેના દ્વારા LMG કે TERAFONTની જેમ ટાઇપ કરી શકશો અને અંક અંગ્રેજીમાં ટાઇપ થશે.
  • શિષ્યવૃત્તિ તૈયાર કરતા પહેલા આપે વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.

    • શિક્ષક મેનુ હેઠળ વિદ્યાર્થી પ્રોફાઇલ પર ક્લિક કરો.
    • આ પ્રોફાઇલમાં વયપત્રકમાંથી જે ચાલુ નામ હોય તેને ઉમેરવા માટે મેનુમાંથી “વયપત્રકમાંથી ચાલું નામ પ્રમાણે પ્રોફાઇલ અપડેટ કરો” બટન ક્લિક કરો.
    • ડાયલોગબોક્ષમાં જો પ્રોફાઇલમાં નામ ઉમેરવા પડે એમ હોય કે દૂર કરવા પડે એમ હોય તો નીચે બટન બતાવશે. તેને ક્લિક કરતા પ્રક્રિયા પૂર્ણ થશે. “વિદ્યાર્થીયાદી બરાબર છે.” મેસેજ દેખાશે.
    • હવે ડાબી બાજુ ધોરણવાઇઝ વિદ્યાર્થીનું લિસ્ટ દેખાશે. દરેક ધોરણમાં નામ સામે રોલ નંબર આપો. હાજરી પત્રકમાં આ રોલ નંબર પ્રમાણે નામ ગોઠવાશે.
    • જમણી બાજુના ફોર્મમાં પ્રોફાઇલની માહિતી ભરો.
    • શિષ્યવુત્તિ કેટેગરીમાં જે કેટેગરીમાં વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળતી હોય તે લિસ્ટમાંથી સિલેક્ટ કરો. જો લિસ્ટમાં તે કેટેગરી નન હોય તો નવી કેટેગરી ઉમેરવા લિસ્ટના છેડે + ની નિશાની ક્લિક કરી નવી કેટેગરી ઉમેરો. શિષ્યવૃત્તિ દરખાસ્તમાં આ કેટેગરી મુજબ નામ ઉમેરાશે.

    શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા નીચેના સ્ટેપ અનુસરો.

    • વયપત્રક અને વિદ્યાર્થી પ્રોફાઇલ બનાવ્યા બાદ મેનુ પર “શિષ્યવૃત્તિ દરખાસ્ત” પર ક્લિક કરો.
    • મેનુ પરથી “દરખાસ્ત ઉમેરો” બટન ક્લિક કરો. ખુલતા ડાયલોગબોક્ષમાં દરખાસ્તનું નામ લખો. શિષ્યવૃત્તિની કેટેગરી સિલેક્ટ કરો. આ કેટેગરી મુજબ વિદ્યાર્થીપ્રોફાઇલમાં જે વિદ્યાર્થી આ કેટેગરીમાં હશે તે નામ ઉમેરાશે. શૈક્ષણિક વર્ષ, ધોરણની વિગતો આપો. શિષ્યવૃત્તિ અને ગણવેશમાંથી જે સહાય માટેની દરખાસ્ત હોય તેને ક્લિક કરી તેની આગળ ખરાની નીશાની લાવો. “દરખાસ્ત ઉમેરો” ક્લિક કરો.
    • ડાબી બાજુ દરખાસ્ત ઉમેરેલી દેખાશે. હવે નવી ઉમેરાયેલી દરખાસ્તમાં નામ ઉમેરવા ડાબી બાજુ તે દરખાસ્ત સિલેક્ટ છે તેની ખાતરી કરો. મેનુમાંથી વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમેરો ક્લિક કરતા તે કેટેગરીના તમામ નામ ઉમેરાશે.
    • સામાન્ય માહિતી ભરવા માટે ફોર્મ દેખાશે. જેમાં ભરેલી માહિતી તમામ નામમાં ઉમેરાશે.
    • હવે ઉમેરેલા નામની અન્ય વિગતો ઉમેરો અને Save કરી લો.
    • દરખાસ્તને પ્રિન્ટ કરવા મેનુમાંથી “દરખાસ્ત પ્રિન્ટ કરો” બટન ક્લિક કરતા આપને પ્રિવ્યુ દેખાશે. આ પ્રિવ્યુમાં જો આપને પેઇઝનું સટિંગ અનુકુળ ન હોય તો પેઇઝની સાઇઝ અને અન્ય સેટિંગ આપી પ્રિન્ટ કરી શકશો.
    • છેલ્લા પ્રિન્ટ લેઆઉટમાં જો આપ સુધારા કરી પ્રિન્ટ કરવા માગતા હો તો આ દરખાસ્તને Excelમાં એક્ષ્પોર્ટ કરવા પ્રિવ્યુ મેનુમાંથી Export ગ્રુપમાંથી એક્ષ્પોર્ટ લિસ્ટમાંથી XLSX File સિલેક્ટ કરશો તો દરખાસ્તની Excel ફાઇલ બની જશે. જેમાં જરૂરી સુધારા કરી પ્રિન્ટ કરી શકશો.
    Read 12283 times Last modified on Monday, 22 July 2013 19:22

    આજના સક્રિય સભ્યો

    મુલાકાતીઓની સંખ્યા



    United States 97%Japan 0%
    India 1.8%Canada 0%
    Australia 0.8%Kuwait 0%
    Germany 0%China 0%
    Austria 0%France 0%

    Today: 33
    Yesterday: 31
    This Week: 315
    Last Week: 579
    This Month: 1329
    Last Month: 8909
    Total: 43349