SchoolProની માહિતીનું બેકઅપ લેવું તેમજ ડેટાબેઝ બીજા કમ્પ્યૂટરમાં લઇ જવી.
ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર
જ્યારે આપ શાળાની ખૂબ જ અગત્યની માહિતી કમ્પ્યૂટરમાં ઉમેરો છો ત્યારે આ માહિતી કમ્પ્યૂટરમાં આવેલ ખામીને લીધે કરપ્ટ થાય કે માહિતી દૂર થઇ જાય ત્યારે મુશ્કેલી પડે છે. આ માટે સમયાંતરે માહિતીની ડેટાબેઝનું બેકઅપ રાખવું હિતાવહ છે. બેકઅપ માટે નીચેના સ્ટેપ અનુસરો
શાળાના વહીવટી હિસાબો માટે આ સોફ્ટવેરમાં ખૂબ જ ઉપયોગી રોજમેળ મોડ્યૂલ આપેલ છે. SchoolPro Primary 3માં નવી સુધારેલી રોજમેળ સિસ્ટમ ઉમેરવામાં આવી છે. જેમાં અગાઉના વર્ઝનમાં રહેલ ક્ષતિઓ સુધારી છે તથા બીલ રજીસ્ટર, ચેક ઇસ્યુ રજીસ્ટર, ગ્રાન્ટ રજીસ્ટર જેવા નવા પત્રકો માટેની સવલત ઉમેરી છે. જેની મદદથી આપના તમામ વહીવટી હિસાબો ખૂબ જ સરળતાથી નોંધી સોફ્ટકોપી સાચવી શકશો અને પ્રિન્ટ કરી હાર્ડ કોપી પણ બનાવી શકશો. અહિ રોજમેળ કઇરીતે બનાવશો તે વિગતવાર સમજાવેલ છે.
શાળામાં પુસ્તકાલયમાં પુસ્તકો અને પુસ્તક ઇસ્યુ રજીસ્ટર નિભાવવા ખાસ વ્યવસ્થા કરાઇ છે. જેના દ્વારા શાળાના પુસ્તકાલયના પુસ્તકોની માહિતીનો સંગ્રહ કરી શકશો. પુસ્તક ઇસ્યુ રજીસ્ટરમાં નોંધી શકશો. ઉપરાંત ઉપલબ્ધ પુસ્તકો અને પુસ્તકની સ્થિતિ અંગેની માહિતી નિભાવી શકશો. પુસ્તકાલયમાંથી તાત્કાલિક પુસ્તક શોધી શકશો. જરૂરિયાત મુજબ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરી શકશો તેમજ પુસ્તકની ઓળખ સરળતાથી થાય તે માટે લેબલ પ્રિન્ટ કરી લગાડી શકશો.
ઓળખકાર્ડ બનાવવા આપને થોડી Photoshop વિશે માહિતી હોવી જરૂરી છે. કારણ કે આપે સૌપ્રથમ વિદ્યાર્થીના ફોટોગ્રાફ એડિટ કરી વિદ્યાર્થી પ્રોફાઇલમાં ઉમેરવાના છે. આ માટે તમામ વિદ્યાર્થીના ફોટોગ્રાફ ડીઝીટલ કેમેરા કે ફોન વડે પાડી લો.
જો આપે હજી વયપત્રકમાં નામો ઉમેરેલ ન હોય તો સૌપ્રથમ વયપત્રક મોડ્યૂલમાં નામ ઉમેરો. નામ ઉમેરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.
- જ.ર.નંના ખાનામાં સામાન્ય વયપત્રક નંબર લખવો.
- રજી. નં માં નામ જેટલામાં રજીસ્ટરમાં નોંધેલ હોય તે રજીસ્ટરનો નંબર લખો. જેમ કે આપની શાળામાં ચાર રજીસ્ટર બનાવેલ હોય તો દરેક નામો સાથે તે ક્યા રજીસ્ટરમાં છે તે આ ખાનામાં નોંધો.
જો આપે હજી વયપત્રકમાં નામો ઉમેરેલ નહોય તો સૌપ્રથમ વયપત્રક મોડ્યૂલમાં નામ ઉમેરો. નામ ઉમેરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.
- જ.ર.નંના ખાનામાં સામાન્ય વયપત્રક નંબર લખવો.
લાઇસેન્સ કેવી રીતે મેળવશો
આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે નીચે પ્રમાણે સંપર્ક કરો.
BHOOMI GROUP & COMPUTER
RABHADA ROAD, DAMNAGAR,
DIST: AMRELI
Mob: 9428943123
Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
મુખ્ય વિશેષતાઓ
- તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે.
- માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.
- હાલની આધુનિક ટેકનોલોજી અને પ્રોગ્રામિંગ લેંગ્વેજના ઉપયોગથી સોફ્ટવેરનું નિર્માણ થયેલ છે.
- સંપૂર્ણપણે ગુજરાતી ઇન્ટરફેસ હોવાથી વપરાશમાં એકદમ સરળ છે.
- 60 થી પણ વધુ પત્રકો પ્રિન્ટ કરી શકાય છે.
SchoolPro Primary 3 માં નવું શું છે.
- મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય મોડ્યૂલ ઓપન હોય ત્યારે પણ મુખ્ય મેનુ હંમેશા દેખાશે. જ્યારે મોડ્યૂલનું મેનુ ઉપરની રીબન પર દેખાશે. ઉપરાંત ડાબી બાજુ ઉપરના ખૂણે SchoolPro આઇકોન ક્લિક કરતા મુખ્ય મેનુ દેખાશે.
- રોજમેળ અને ખાતાવહી માટે સંપૂર્ણ નવી સુધારેલી સિસ્ટમ ઉમેરાઇ.
- બીલ રજીસ્ટર, ચેક ઇસ્યુ રજીસ્ટર, ગ્રાન્ટ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર નવી સવલત ઉમેરાઇ
SchoolPro primary શું છે?
SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે છે. હાલ માહિતીના યુગમાં શાળાના દફતરની માહિતીનું અને રેકર્ડનું વ્યવસ્થાપન એક સમસ્યારૂપ છે. પરંતુ આધુનિક ટેકનોલોજીના સહારે આ સમસ્યાને ખૂબ સરળતાથી સર કરી શકીશું. આ માટે સંપૂર્ણપણે પ્રાથમિક શાળા માટે શાળાના લગભગ તમામ દફતરી કાર્યોને આવરી લેતો અત્યંત આધુનિક સોફ્ટવેર તૈયાર કરેલ છે.