આ માટે અહિં આપને જે ફોનમાં ગુજરાતી સાઇટ કે લખાણ જોઇ શકાતું નથી તેવા એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કઇ રીતે ઉમેરી શકાય તેની રીત બતાવી છે. આપને ભલામણ છે કે જો આપ આ પ્રકારની બાબતોમાં નિષ્ણાત ન હોય તો આ રીતનો ઉપયોગ જોખમી છે. આપ આપની જવાબદારીએ આ પ્રક્રિયા કરશો. મે મારા નવા ખરીદેલા Lava Iris 504q (Jelly Bean)માં આ રીતથી સફળતાપૂર્વક ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા છે.
જરૂરિયાત
$1) આ માટે આપે ફોનની સિસ્ટમનો લોક તોડવો પડશે. આ પ્રક્રિયાને “Rooting” કહેવાય છે. ત્યારબાદ ફોનનું System ફોલ્ડર ખોલી શકાશે અને ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકાશે. આ પ્રક્રિયા કરવાથી આપની સોફ્ટવેર વોરંટી પૂરી થઇ શકે છે. આ પ્રક્રિયાની વિગત વાર માહિતી માટે અહિં ક્લિક કરો.
$2) યુનિકોડ ફોન્ટ (DroidSansFallback.ttf)
$3) ES File Manager
રીત
$(1) સૌપ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોન પર Rooting પ્રક્રિયા કરો.
$(2) યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરો. અને મેમરી કર્ડમાં મૂકો.
$(3) જો આપના ફોન પર ES File Manager એપ ન હોય તો પ્લે-સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.
$(4) ES File Manager ઓપન કરો.
(5) મેનુ ઓપન કરી Tools મેનુમાંથી Root Explorer ને ON કરો. હવે Root Explorer ક્લિક કરી મેનુમાંથી Mount R/W ક્લિક કરો.
System ફોલ્ડર માટે RW સિલેક્ટ કરી OK ક્લિક કરો. હવે આપ એન્ડ્રોઇડના System ફોલ્ડરને ખોલી શકશો.
$(6) હવે System ફોલ્ડર ઓપન કરી Fonts ફોલ્ડર ઓપન કરો. તેમાંથી DroidSansFallback.ttf ફોન્ટને Cut કરી મેમરી કાર્ડના કોઇ ફોલ્ડરમાં બેકઅપ લો.
$(7) હવે ડાઉનલોડ કરેલ ફોન્ટ DroidSansFallback.ttf ને કોપી કરીને System/Fonts ફોલ્ડરમાં પેસ્ટ કરી દો.પેસ્ટ કરેલા ફોન્ટની ફાઇલને સિલેક્ટ કરીને મેનુમાંથી Properties સિલેક્ટ કરો. જેમાં Permission હેઠળ ચિત્રમાં દર્શાવ્યા અનુસાર સેટ કરી OK ક્લિક કરો.
$(8) ફોનને રીસ્ટાર્ટ કરો.
હવે આપના એન્ડ્રોઇડ ફોન્ પર ગુજરાતી યુનિકોડમાં લખેલ ફાઇલ અથવા ગુજરાતી સાઇટ ખોલી જુઓ. જો ગુજરાતી જોઇ શકો છો તો આપ સફળ થયા છો. હવે ગુજરાતી ટાઇપ કરવા માટે PaniniGujaratIME કીપેડ ઇન્સ્ટોલ કરી ગુજરાતી ટાઇપ કરી શકશો.
Enjoy Gujarati Reading & Writing……………..